٥- عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ لَا يَنْظُرُ إِلَى صُوَرِكُمْ وَأَمْوَالِكُمْ، وَلَكِنْ يَنْظُرُ إِلَى قُلُوبِكُمْ وَأَعْمَالِكُمْ.
(صحیح مسلم : ٢٥٦٤)
૫- અબૂ હુરૈરહ (ર.અ) રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું કે અલ્લાહ તઆલા તમારા શરીર તેમજ તમારા ચહેરાઓને નથી જોતો, પરંતુ તે તમારા દિલ અને કાર્યોને જુએ છે.
(સહીહ મુસ્લિમ હદીષ નંબર : ૨૫૬૪)
• આ હદીષથી મળતા ફાયદા :
૧. આ હદીષથી પણ નિખાલસતા તેમજ સારી નિયતની મહત્વતા જોવા મળે છે, એટલા માટે કે દરેક નેક કાર્યમાં યોગ્ય નિયત હોવી જરૂરી છે.
૨. તેમજ દિલને તે દરેક બાબતોથી પવિત્ર રાખવું જોઈએ જેના કારણે આપણા અમલ બરબાદ થઈ શકે છે, ઉદાહરણ તરીકે રિયાકારી (દેખાડો), પ્રદશન કરવું, દુનિયા પ્રત્યે લોભ, તેમજ આવા કેટલાક વિચારો...
૩. દિલની હાલત ફક્ત અલ્લાહ જ જાણે છે એટલા માટે કાર્યોની સાચી રૂપરેખા કયામતના દિવસે સ્પષ્ટ થશે, ત્યાં જ બંદાઓને તેનો સારો અથવા તેનો ખરાબ બદલો મળશે.
૪. દુનિયામાં વ્યક્તિ સાથે તેના જાહેરમાં થનાર કાર્યો પ્રમાણે વ્યવહાર કરવામાં આવશે અને તેની દિલની વાતોને અલ્લાહને સોંપી દેવામાં આવશે.
આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.
☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎
- - - - - - - - - - - - - - - - - - -
મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

0 Comments