સહીહ બુખારી : ૭૦૮૩ / અસ્ સહીહ લિમુસ્લિમ હદીષ નંબર : ૨૮૮૮


٩ - وَعَنْ أَبِي بَكْرَةً نُفَيْعِ بْنِ الحَارِثِ الثَّقَفِيُّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيِّ ﷺ قَالَ: إذا التَّقَى المُسْلِمَانِ بِسَيْفَيْهِمَا فَالقَاتِلُ والمَقْتُولُ فِي النَّارِ، قُلْتُ : يَا رَسُولَ الله، هُذَا القَاتِلُ فَمَا بَالُ المَقْتُولِ؟ قَالَ: إِنَّهُ كَانَ حَرِيْصاً عَلَى قَتْلِ صَاحِبِهِ.

(صحيح بخاری: ٧٠٨٣ / صحیح مسلم: ٢٨٨٨)


૬- અબૂ બકરહ નુફૈઅ બિન હારિષ (ર.અ) કહે છે કે આપ ﷺ કહે છે કે જ્યારે બે મુસલમાન ભાઈ બીજા સામે પોતાની તલવારો ઉગામતા હોય (કતલ કરવાની નિયતથી એક બીજાની વિરુદ્ધ ઉભા થાય,) તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી છે, મેં પુછ્યું હે અલ્લાહના રસૂલ ! કતલ કરનારનું જહન્નમમાં જવું તો સમજાય છે, પરંતુ કતલ થનાર જહન્નમ માં કેમ ? આપ ﷺ "એ કહ્યું, એટલા માટે કે તે પણ પોતાના સાથી (બીજા મુસલમાન) ને કતલ કરવાની ઈચ્છા ધરાવતો હતો.

(સહીહુલ્ બુખારી હદીષ નંબર : ૭૦૮૩) 

(અસ્ સહીહ લિમુસ્લિમ હદીષ નંબર : ૨૮૮૮)


આ હદીષથી મળતા ફાયદા :

૧. ગુનાહ કરવાની ઈચ્છાના કારણે વ્યક્તિ અલ્લાહની પકડનો હકદાર બની શકે છે, પકડ થવા માટે જરૂરી છે કે તે ગુનાહ માટે મજબૂત ઈરાદો કરી ચુક્યો હોય તેમજ તે ગુનાહ કરવાના કારણોને પણ અપનાવી ચુક્યો હોય ભલેને તે નક્કી કરેલ ઈરાદા પ્રમાણે સફળ ન થયો હોય.

૨. ઈરાદા અને વસ્વસા બન્નેમાં ફરક છે, વસ્વસો માફ કરી દેવામાં આવશે અને મજબૂત ઈરાદા પર પકડ થવી અનિવાર્ય છે.

૩. હદીષમાં જે ચેતવણી આપવામાં આવી છે તે ચેતવણીના હકદાર ત્યારે બનશે જ્યારે કે તે બન્ને મુસલમાન દુનિયા માટે અને ખાનદાની અદાવત માટે લડતા હોય, જો તે બન્ને કોઈ શરીઅતની બાબતે ઝઘડો કરતા હોય તો અલ્લાહ પાસે તેમની પકડ નહિ થાય, કારણકે શક્ય છે કે ઝઘડો કરવાનો આધાર પોતે કરેલ મહેનત હોઈ શકે છે.



આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.

☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎

- - - - - - - - - - - - - - - - - - - 

મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

Post a Comment

0 Comments