સહી બુખારી : ૧૪૨૨


٣- وعن أبي يَزِيدَ مَعْنِ بنِ بريد بن الأخنس رضي الله عنهم وهو وأبوه وَجَدُّه صحابيون قال : وَكَانَ أَبِي يَزِيدُ أَخْرَجَ دَنَانِيرَ يَتَصَدَّقُ بِهَا فَوَضَعَهَا عِنْدَ رَجُلٍ فِي الْمَسْجِدِ فَجِئْتُ فَأَخَذْتُهَا فَأَتَيْتُهُ بِهَا فَقَالَ وَاللَّهِ مَا إِيَّاكَ أَرَدْتُ فَخَاصَمْتُهُ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ لَكَ مَا نَوَيْتَ يَا يَزِيدُ وَلَكَ مَا أَخَذْتَ يَا مَعْنُ.

(صحیح بخاری: ١٤٢٢)


૩- અબૂ યઝીદ મઅન બિન યઝીદ બિન અખ્નસ (મઅન પોતે તથા તેમના પિતા યઝીદ અને તેમના દાદા અખ્નસ ત્રણેય સહાબી છે.) કહે છે કે મારા પિતાએ કેટલાક દીનાર સદકો કરવા માટે કાઢ્યા અને તેઓએ દીનાર મસ્જિદે (નબવી)માં એક વ્યક્તિ ને આપ્યા (જેથી તે વ્યક્તિ કોઈ જરૂરતમંદને આપી દે,) હું મસ્જિદમાં આવ્યો તો મેં તે દીનાર પેલા વ્યક્તિ પાસેથી લઈ લીધા, (કારણકે હું પોતે જરૂરતમંદ) હોવાથી દીનારને ઘરે લઈ આવ્યો, જ્યારે પિતાને ખબર પડી તો તેમણે કહ્યું કે અલ્લાહની કસમ ! મેં તને આપવાનો ઈરાદો નહતો કર્યો, હું મારા પિતાને આપ ﷺ પાસે લઈ આવ્યો અને અમારી વચ્ચેની આ બાબત આપની સમક્ષ રજુ કરી, આપ એ કહ્યું, હે યઝીદ ! તારા માટે તારી નિયત પ્રમાણેનો સવાબ છે અને હે મઅન, તે જે લઈ લીધું છે તે તારા માટે છે, (યોગ્ય છે).

(સહી બુખારી : ૧૪૨૨) 


 • આ હદીષથી મળતા ફાયદા :

૧. જો પિતાનો સદકો અજાણતામાં જરૂરતમંદ દીકરા પાસે આવી જાય, તો તે સદકો પાછો લઈ લેવાની જરૂર નથી, કારણકે પિતાએ તો એક જરૂરતમંદ વ્યક્તિ ને આપવાની નિયત કરી હતી તેથી તેને તેની નિયત પ્રમાણે સદકાનો સવાબ મળી જશે.

૨. આ બાબત કેટલાક આલિમોના મતે નફીલ સદકો (સામાન્ય દાન) ગણાશે, કારણકે જે સદકો વાજીબ હોય છે અર્થાત્ ઝકાત- તેની રકમ દીકરાને નથી આપી શકતા.

૩. સદકા માટે કોઈને વકીલ બનાવી શકીએ છીએ.

૪. શરીઅતનો આદેશ જાણવા ખાતર પિતાને જે તે સમયના આલિમો પાસે લઈ જવા તે પિતાનું અપમાન નહિ ગણાય, જેવું કે શરીઅત વિશે કોઈ બાબતમાં તકરાર કરવી પિતાના અદબના વિરુદ્ધ નથી.


આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.

☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎

- - - - - - - - - - - - - - - - - - - 

મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

Post a Comment

0 Comments