સહીહુલ બુખારી : ૪૭૭ / અસ્ સહીહ લિમુસ્લિમ : ૬૪૯


٧- عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: صَلَاةُ الرَّجُلِ فِي جَمَاعَةٍ تَزِيدُ عَلَى صَلَاتِهِ فِي بَيْتِهِ، وَصَلَاتِهِ فِي سُوقِهِ، بِضْعًا وَعِشْرِينَ دَرَجَةً، وَذَلِكَ أَنَّ أَحَدَهُمْ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ، ثُمَّ أَتَى الْمَسْجِدَ لَا يَنْهَزُهُ إِلَّا الصَّلَاةُ، لَا يُرِيدُ إِلَّا الصَّلَاةَ، فَلَمْ يَخْطُ خَطْوَةً إِلَّا رُفِعَ لَهُ بِهَا دَرَجَةٌ، وَحُطَّ عَنْهُ بِهَا خَطِيئَةٌ، حَتَّى يَدْخُلَ الْمَسْجِدَ، فَإِذَا دَخَلَ الْمَسْجِدَ كَانَ فِي الصَّلَاةِ مَا كَانَتِ الصَّلَاةُ هِيَ تَحْبِسُهُ، وَالْمَلَائِكَةُ يُصَلُّونَ عَلَى أَحَدِكُمْ مَا دَامَ فِي مَجْلِسِهِ الَّذِي صَلَّى فِيهِ، يَقُولُونَ: اللهُمَّ ارْحَمْهُ، اللهُمَّ اغْفِرْ لَهُ، اللهُمَّ تُبْ عَلَيْهِ، مَا لَمْ يُؤْذِ فِيهِ، مَا لَمْ يُحْدِثْ فِيهِ.

(صحيح بخاری: ٤٧٧)  (صحیح مسلم : ٦٤٩)


૭- અબૂ હુરેરહા (ર.અ) રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું. વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ, તે નમાઝ કરતા વીસ ગણી વધારે મહત્વ ધરાવે છે જે નમાઝ તેણે ઘરમાં અથવા બજારમાં પઢી હોય, એટલા માટે કે જ્યારે કોઈ વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે છે, પછી નમાઝનો ઈરાદો કરી મસ્જિદમાં આવે છે, તેમજ તેને નમાઝની ઇચ્છા જ મસ્જિદ તરફ ખેંચી લાવે તો આવા વ્યક્તિ માટે પ્રત્યેક ડગલાં પર એક દરજ્જો ઉંચો તેમજ એક ગુનો માફ કરી દેવામાં આવે છે, અહીં સુધી કે તે મસ્જિદમાં દાખલ થઈ જાય છે, પછી જ્યાં સુધી તેને તે નમાઝ મસ્જિદમાં રોકી રાખે ત્યાં સુધી તે નમાઝમાં જ હોય એવું ગણાય છે, (અર્થાત્ નમાઝ માટે જમાઅતની રાહ જોતો અથવા અલ્લાહના નામનું સ્મરણ કરતો જ્યાં સુધી મસ્જિદમાં રહેશે તે નમાઝની સ્થિતિ માં જ સમજવામાં આવશે) અને ફરિશ્તાઓ તે વ્યક્તિ માટે રહેમતની દુઆ કરતા રહે છે, જ્યાં સુધી તે પોતાની જ જગ્યા પર બેઠો હોય જ્યાં તેણે નમાઝ પઢી હોય, ફરિશ્તાઓ કહે છે કે હે અલ્લાહ! તું આના પર દયા કર, હે અલ્લાહ । તું આને માફ કરી દે, હે અલ્લાહ! તું તેની તૌબા કબૂલ કરી લે, (ફરિશ્તાઓ આ દુઆ તેના માટે ત્યાં સુધી કરતા રહે છે) જ્યાં સુધી તે કોઈને તકલીફ ન પહોંચાડે અને જ્યાં સુધી તેનું વુઝૂ ન તૂટી જાય,

(સહીહુલ બુખારી : ૪૭૭) 

(અસ્ સહીહ લિમુસ્લિમ : ૬૪૯) 


 • આ હદીષથી મળતા ફાયદા :

૧. જમાઅત સાથે પઢવામાં આવતી નમાઝનો સવાબ એકલા અથવા બજારમાં પઢવામાં આવેલી નમાઝ કરતા વીસ, પચીસ અને સત્યાવીસ ગણી વધારે મહત્વ ધરાવે છે,

૨. નમાઝ બીજા નેક કાર્યો કરતા ઉત્તમ છે કારણકે ફરિશ્તાઓ નમાઝ પઢનાર માટે ભલાઈની દુઆ કરે છે.


આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.

☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎

- - - - - - - - - - - - - - - - - - - 

મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

Post a Comment

0 Comments