સહીહ બુખારી : ૧૨૯૫ / સહીહ મુસ્લિમ : ૧૬૨૮


 ٤- عَنْ عَامِرِ بْنِ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ عَنْ أَبِيهِ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَعُودُنِي عَامَ حَجَّةِ الوَدَاعِ مِنْ وَجَعٍ اشْتَدَّ بِي، فَقُلْتُ: إِنِّي قَدْ بَلَغَ بِي مِنَ الوَجَعِ وَأَنَا ذُو مَالٍ، وَلاَ يَرِثُنِي إِلَّا ابْنَةٌ، أَفَأَتَصَدَّقُ بِثُلُثَيْ مَالِي؟ قَالَ: «لاَ» فَقُلْتُ: بِالشَّطْرِ؟ فَقَالَ: «لاَ» ثُمَّ قَالَ: «الثُّلُثُ وَالثُّلُثُ كَبِيرٌ - أَوْ كَثِيرٌ - إِنَّكَ أَنْ تَذَرَ وَرَثَتَكَ أَغْنِيَاءَ، خَيْرٌ مِنْ أَنْ تَذَرَهُمْ عَالَةً يَتَكَفَّفُونَ النَّاسَ، وَإِنَّكَ لَنْ تُنْفِقَ نَفَقَةً تَبْتَغِي بِهَا وَجْهَ اللَّهِ إِلَّا أُجِرْتَ بِهَا، حَتَّى مَا تَجْعَلُ فِي فِي امْرَأَتِكَ» فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ، أُخَلَّفُ بَعْدَ أَصْحَابِي؟ قَالَ: إِنَّكَ لَنْ تُخَلَّفَ فَتَعْمَلَ عَمَلًا صَالِحًا إِلَّا ازْدَدْتَ بِهِ دَرَجَةً وَرِفْعَةً، ثُمَّ لَعَلَّكَ أَنْ تُخَلَّفَ حَتَّى يَنْتَفِعَ بِكَ أَقْوَامٌ، وَيُضَرَّ بِكَ آخَرُونَ، اللَّهُمَّ أَمْضِ لِأَصْحَابِي هِجْرَتَهُمْ، وَلاَ تَرُدَّهُمْ عَلَى أَعْقَابِهِمْ، لَكِنِ البَائِسُ سَعْدُ ابْنُ خَوْلَةَ يَرْثِي لَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ مَاتَ بِمَكَّةَ.

(صحیح بخاری: ١٢٩٥ / صحیح مسلم: ١٦٢٨)


૪- અબૂ ઇસ્ફાક સઅદ બિન અબી વક્કાસ (ર.અ) કે જેઓ તે દસ સહાબાઓ માંથી એક છે જેમને દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપી દેવામાં આવી હતી, તેઓ - કહે છે કે મારા હાલચાલ જાણવા માટે હજજતુલ વદાઅ ના વર્ષે મુહમ્મદ ﷺ મારી પાસે આવ્યા, મને તે સમયે સખત દુખાવો થતો હતો, મેં આપ ﷺ ને કહ્યું, તમે જોઈ રહ્યા છો કે મારો દુખાવો કેટલો ઝબરદસ્ત થઈ રહ્યો છે, હું ધનવાન છું પરંતુ મારા વારસદારમાં ફક્ત એક જ દીકરી છે, શું હું મારા માલનો બે તૃતિયાંશ (૨/૩) ભાગ સદકો કરી દઉં ? આપ ﷺ એ કહ્યું ના, મેં કહ્યું કે અડધો માલ (સદકો કરી દઉં)? આપ ﷺ એ કહ્યું કે ના, મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ એક તૃતિયાંશ માલ સદકો કરી દઉં? આપ ﷺ એ કહ્યું કે ત્રીજો ભાગ તમે (સદકો કરી શકો છો) હા, ત્રીજો ભાગ પણ ખૂબ વધારે છે, એટલા માટે કે તમે પોતાના વારસદારોને સારી સ્થિતિમાં છોડી જાઓ એ ઉત્તમ છે કે તમે તેઓને કંગાલ છોડી જાઓ અને તેઓ લોકો સામે હાથ ફેલાવતા રહે, (યાદ રાખો) તમે જે કંઈ પણ અલ્લાહને રાજી કરવા માટે સદકો કરશો, તો તેના પર તમને સવાબ મળશે, ત્યાં સુધી કે જે કોળિયો તમે પોતાની પત્નીને ખવડાવશો (તેના માટે પણ તમને સવાબ મળશે), મેં કહ્યું, હે અલ્લાહના રસૂલા શું મારા દોસ્તો મારા કરતાં પહેલાં મૃત્યુ પામશે અને હું એકલો જ દુનિયામાં રહી જઈશ? તો આપ ﷺ એ કહ્યું, જો આ પ્રમાણે પણ થાય તો શું વાંધો છે? તમારા માટે સારું જ છે, એટલા માટે કે દોસ્તોના મૃત્યુ પછી જ્યારે તમે રહી જશો તો જે કંઈ પણ કાર્યો અલ્લાહને રાજી કરવા માટે કરશો તેનાથી તમારા દરજ્જામાં વધારો થશે, કદાચ તમને વધારે જીવન જીવવાની તક આપવામાં આવી શકે છે, અહીં સુધી કે ઇમાનવાળાઓ તમારી પાસેથી ફાયદો ઉઠાવે અને કાફિરોને તમારાથી નુકસાન પહોંચી શકે છે, (પછી આપ ﷺ એ દુઆ કરી) હે અલ્લાહ ! મારા સહાબીની હિજરતને પૂર્ણ કરી દે અને તેમને તેમની એડીઓના બળે પાછા ન ફેરવીશ, પરંતુ સઅદ બિન ખૌલા માટે આપ ﷺ રહેમતની દુઆ કરતા હતા, એટલા માટે કે તેઓ મક્કામાં મૃત્યુ પામ્યા હતા.

(સહીહુલ્ બુખારી હદીષ નંબર : ૧૨૯૫)

(અસ્ સહીહ લિમુસ્લિમ હદીષ નંબર : ૧૬૨૮)


સમજૂતી : સહાબાઓ તે શહેરમાં રહેવાનું પસંદ નહતા કરતા જે શહેરથી તે લોકોએ ફક્ત અલ્લાહ માટે જ હિજરત કરી હતી, હા તે લોકોના હૃદયોમાં હિજરત પહેલાના તે શહેરની મુહબ્બત બાકી હતી, એટલા માટે સઅદ ડરતા હતા કે ક્યાંક તેમનું મૃત્યુ મક્કા શહેરમાં ન થાય, એટલા માટે આપ ﷺ એ તેમના હિજરત કરવાની દુઆ કરી, પરંતુ તેમનું મૃત્યુ મક્કા શહેરમાં જ થયું જેથી આપ ﷺ એ તેમની હાલત પર દુઃખ પ્રગટ કર્યું, જેના કારણે તેઓ હિજરતના સંપૂર્ણ સવાબથી વંચિત રહ્યા.


 • આ હદીષથી મળતા ફાયદા :


૧. માનવી સકરાતની સ્થિતિમાં એક તૃતિયાંશ માલથી વધારે સદકા અથવા વસિય્યત નથી કરી શકતો,

૨. જો માનવીની નિયત સત્ય હોય તો પત્ની અને બાળકો પર જે ખર્ચ કરે છે તેના ઉપર પણ સવાબ મળે છે.

૩. કોઈ યોગ્ય કારણે પોતાની બીમારીથી જે દુઃખ પહોંચી રહ્યું છે તેને જાહેર કરી શકે છે, જેથી તે રોગની સારવાર તેમજ દુઆ કરી શકાય, આવું કરવું અલ્લાહ વિરુદ્ધ ફરિયાદ નહિ ગણાય.

૪. સદકા અને ખર્ચ કરવામાં પોતાના સગા સંબંધીઓને પ્રાથમિકતા આપવામાં આવે.



આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.

☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎

- - - - - - - - - - - - - - - - - - - 

મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

Post a Comment

0 Comments