સહીહ બુખારી : ૨૧૧૮ / સહી મુસ્લિમ : ૨૮૮૩



٢- وَعَنْ عَائِشَةُ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَغْزُو جَيْشٌ الْكَعْبَةَ فَإِذَا كَانُوا بِبَيْدَاءَ مِنْ الْأَرْضِ يُخْسَفُ بِأَوَّلِهِمْ وَآخِرِهِمْ قَالَتْ قُلْتُ يَا رَسُولَ اللَّهِ كَيْفَ يُخْسَفُ بِأَوَّلِهِمْ وَآخِرِهِمْ وَفِيهِمْ أَسْوَاقُهُمْ وَمَنْ لَيْسَ مِنْهُمْ قَالَ يُخْسَفُ بِأَوَّلِهِمْ وَآخِرِهِمْ ثُمَّ يُبْعَثُونَ عَلَى نِيَّاتِهِمْ.

(صحيح البخاري: ٢١١٨ \ صحيح مسلم: ٢٨٨٤) 


૨- સય્યદના આયશા (ર.અ) રિવાયત કરે છે કે પયગંબર ﷺ એ કહ્યું, એક લશ્કર કઅબતુલ્લાહ પર હમલો કરવાની નિયત કરીને આવશે, જ્યારે તે બયદાઅ નામની જગ્યાએ, (એક સપાટ મેદાને) પહોંચશે, તો લશ્કરનો પ્રથમ અને છેલ્લો ભાગ (દરેકે દરેક) જમીનમાં ધસાવી દેવામાં આવશે, આયશાહ (ર.અ) કહે છે, મેં સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! લશ્કરનો પ્રથમ તેમજ છેલ્લો ભાગ સૌને કઈ રીતે ધસાવી દેવામાં આવશે ? તેમાં સામાન્ય લોકો હશે, (અર્થાત્ તે લોકો લડવૈયા નહીં હોય) ઉપરાંત તે લોકો પણ હશે જેઓ લશ્કર માંથી નહિ હોય, આપ ﷺ કહ્યું, લશ્કરના પ્રથમ તેમજ છેલ્લા દરેક લોકોને ધસાવી દેવામાં આવશે, ફરી તે લોકોને પોતાની નિયતો પ્રમાણે ઉઠાવવામાં આવશે, (અર્થાત્ ક્યામતના દિવસે તેમની સાથે તેમની નિયતો પ્રમાણે વ્યવહાર કરવામાં આવશે).

(સહીહ બુખારી : ૨૧૧૮ / સહી મુસ્લિમ : ૨૮૮૩)


 • આ હદીષથી મળતા ફાયદા :

૧. માનવી સાથે સારો અથવા ખરાબ વ્યવહાર તેની નિયત પ્રમાણે કરવામાં આવશે.

૨. આ હદીષથી એ પણ જાણવા મળે છે કે અત્યાચારી તેમજ દુરાચારી લોકો સાથે રહેવું તેમજ તેમની સાથે દોસ્તી કરવી અત્યંત ખતરનાક છે.

૩. આ કયું લશ્કર છે અને ક્યારે આવશે તેનું જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે જ છે.

૪. આ પ્રમાણે ની આગાહીઓ ગૈબના પાઠ છે, જે આપ ﷺ ના મુઅજિઝાત માંથી

હોય છે, જેની સચ્ચાઈ પર ઈમાન હોવું જરૂરી છે. આ પ્રમાણેની આગાહીઓ અલ્લાહ તરફથી આવતી વહી હોય છે.


આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.

☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎

- - - - - - - - - - - - - - - - - - - 

મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અહમદ'આબાદ

Post a Comment

0 Comments