٨- وعن أبي هريرة قال: سمعت رسول الله ﷺ يقول: والله إني لأستغفر الله وأتوب إليه في اليوم أكثر من سبعين مرة،
(صحيح البخاری : ٦٣٠٧)
૮- અબૂ હુરૈરહ રિવાયત કરે છે કે મેં સાંભળ્યું, આપ ﷺ કહેતા હતા કે અલ્લાહની કસમ ! હું એક દિવસમાં અલ્લાહ તઆલા પાસે સિત્તેર કરતા પણ વધુ વખત ગુનાહો માટે માફી માગું છું અને તેની સમક્ષ તૌબા કરું છું.
સહીહુલ્ બુખારી હદીષ નંબર : ૬૩૦૭
• આ હદીષથી મળતા ફાયદા :
૧. આ હદીષમાં તૌબા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે આપ ﷺ જેઓને પહેલાથી જ માફ કરી દેવામાં આવ્યા છે, અલ્લાહ તઆલાએ આપ ﷺ ના આગળ અને પાછળના દરેક ગુનાહ માફ કરી દીધા છે, ખરેખર તો તે ગુનાહ પણ નહતા, જેને ગુનાહ કહી દેવામાં આવ્યા, તો પછી આપણે સામાન્ય લોકોએ દિવસમાં કેટલી વખત તૌબા કરવી જોઈએ? જ્યારે કે આપણા માથાથી લઈ પગ સુધી ગુનાહમાં ડૂબેલા છે.
૨. ખૂબ તૌબા કરવી તેમજ સતત તૌબા કરવી જરૂરી છે જેથી અજાણમાં કરેલ ગુનાહ પણ માફ થઈ જાય.
આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.
☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎
- - - - - - - - - - - - - - - - - - -
મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અમદાવાદ

0 Comments